Campo Felice સ્વતંત્ર રહેઠાણ કમ્યુનિટી વિષે વિગતો આપવામાં આવી

Posted by Tyler Robinson on ઓક્ટોબર 19, 2015

Campo Felice વિષે Naples Daily News માં તાજેતરમાં એક લેખ છપાયેલો હતો. The MacFarlane Group LLC દ્વારા નવા Campo Felice (pronounced CAMP-oh fel-E-chey)ની સ્વતંત્ર રહેઠાણ કમ્યુનિટીની યોજનાની જાહેરાત કરી, આ યોજના ઐતિહાસિક Fort Myers River District ના મધ્ય ભાગમાં Fort Myers Yacht Basin ની ઉપરના ભાગમાં 4 એકરમાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, 2500 Edwards Drive પર આવેલી 24-માળની 345,822 સ્ક્વેર ફૂટની ખાલી પડેલ ઈમારતનો અંદરનો ભાગ, 323 સ્વતંત્ર રહેઠાણના ઍપાર્ટમેન્ટ આશ્રયસ્થાન, એક અને બે બેડ રૂમ સાથેનાં અને બહુમાળના પ્લાનવાળાં, બનાવવા માટે તોડી રહ્યા છે. આયોજિત આરામદાયક સગવડોમાં, રૅસ્ટોરાં, રિવરફ્રન્ટ બાર, સ્વિમિંગ પુલ, સિનેમા થિયેટર, બિલિઅર્ડસ રૂમ, લાઈબ્રેરી, વ્વિધ વસ્તુઓની દુકાન, કલા અને કારીગરીની જગ્યા, બ્યુટી/સૅલોં, સ્પા, અને વિશાળ બૉલરૂમ અને સ્વિમિંગ પુલ ઉપર સ્વાસ્થ્ય કેંન્દ્ર છે. સેવાઓમાં સમાવેશ થાય છે, હાઉસકિપિંગ અને બેડ લિનન સેવા, લૉન્ડ્રી સગવડ ઉપલબ્ધતા, દૈનિક ભોજન સેવા, સામાજિક અને મનોરંજન પ્રવૃતિઓ અને કાર્યક્રમો, 24/7 વ્યક્તિગત જરુરિયાતો પૂરી પાડવાની સેવા, નિયમિત નિશ્ચિત સમયની ડ્રાઈવર સથે પરિવહન, અને નોકર સાથેનું પાર્કિંગ. Campo Felice નો મુખ્ય ભાગ તેની સહાયક સેવાઓ હશે, જે, શારીરિક યોગ્યતા માટેની અદ્યતન સાધનસામગ્રી અને શિક્ષણ, તેમજ આરોગ્ય અને તંદુરસ્તી માટેના કાર્યક્રમો. $60 મિલિઅનની કમ્યુનિટી તેના પ્રથમ રહેવાસીઓને 2017 ના પ્રથમ ભાગમાં આવકારે તેવું આયોજન છે. સંપૂર્ણ ઈમારતમાંથી જૂની પુરાણી યાંત્રિક વ્યવસ્થાઓને, પ્લાસ્ટર બોર્ડ, કાચ, અને પ્લમ્બિંગને હટાવી દેવામાં આવી છે, અને તેને ઈમારતનું ખોખું કરી દેવામાં આવેલ છે. નવીન બધી જ સિસ્ટમોનું આધુનિક ટેક્નોલોજી અને બિલ્ડિંગ કોડ પ્રમાણે નિર્માણ કરવામાં આવશે. ઈમારતને પર્યાવરણ સાનુકુળ વિશિષ્ટતાઓ સાથે પુનર્નિર્માણ કરવામાં આવશે, જેમાં ઉર્જાઉર્જા કાર્યક્ષમ લાઈટિંગ, અને ઍરકંડિશનિંગ સિસ્ટમ્સ હશે, તમામ કાચને Pacifica Blue વાવાઝોડાને સહન કરી શકે તેવી બારીઓ વડે બદલવામાં આવશે. હાલની 550 જ્ગ્યાઓ ધરાવતા પાર્કિંગ ગરાજને નવેસરથી બનાવવામાં આવશે, જેમાં 268 જગ્યાઓ રહેવાસીઓ માટે હશે અને 275 જગ્યાઓ City of Fort Myers ને ભાડે આપવામાં આવશે. સૌથી વધારે દેખાતા ફેરફારો, જે લોકો જોઈ શકશે, તે ઈમારતના બહારના પૂરા ભાગ પરથી રંગ દૂર કરવાની પ્રક્રિયા, જે હવે પછીના થોડાંક સપ્તાહોમાં થવાની છે. લેખ જુઓ:

blog comments powered by Disqus