દ્વિતીય વળાંક

Posted by Tyler Robinson on નવેમ્બર 27, 2015

Campo Felice વિષે Business Observer માં તાજેતરમાં એક લેખ છપાયેલો હતો.. Bob MacFarlaneપહેલ કરનાર છે — બીજી વાર માટે. I2004 માં, આ ડૅવવલપર Fort Myers ના મધ્ય ભાગમાં બે દાયકામાં સહિયારી માલિકીનો ટાવર બનાવનાર પ્રથમ હતો. “ઘણા લોકો વિચારતા હતા કે આ ટાવર બનાવવામાં ચસકેલ મગજનો હતો,” તેર્ની પુત્રી, Rebekah MacFarlane Barney, જે MacFarlane Group માં ઑપરેશન્સ ડાયરેક્ટર છે, એ કહ્યું, રિઅલ એસ્ટેટ ધધાના વિકાસમાં મંદી આવી તે પહેલાં અત્યંત સફળ Beau Rivage દ્વારા Fort Myers ના રિવરફ્રન્ટની સાથે સાથે બે વધુ સહિયારા ટાવર બનાવવામાં આવ્યા. તો એમાં કોઈ નવાઈ નથી કે, વિકાસના બીજા તબક્કામાં Fort Myers ના મધ્ય ભાગમાં MacFarlane ફરીથી ઘણા બધા રહેઠાણના પ્રોજેક્ટની સાથે પાછા આવે છે, અને પુનર્પ્રાપ્તિ મક્કમતાથી આવી રહી છે. Don Paight, Fort Myers Community Redevelopment Agency ના ડાયરેક્ટર કહે છે, “હવે તેઓ આપણને મંદીમાંથી બહાર લાવવામાં દોરી રહ્યા છે” અને, “તેઓ પહેલ કરનાર ખરેખર અગ્રેસર છે.” Fort Myers આવો વિકાસ St. Petersburg, Tampa and Sarasota સહિત Gulf Coast ના મધ્યમાં અનુભવી રહેલ છે. 1946 અને 1964 વચ્ચે જન્મેલા અને એકવીસમી સદીના યુવાનો શહેરી જીવન શૈલી શોધી રહ્યા છે, જે તેમને ઘરથી કામના સ્થળ સુધી અને રમતના મેદાન સુધી ચાલતા જવા દે. શહેરના અધિકારીઓના અભિપ્રાય મુજબ, MacFarlane અને બીજાઓ Fort Myers ના મધ્ય વિસ્તારમાં $500 મિલિઅનનાં સહિયારી માલિકીનાં મકાનો, દુકાનો અને કાર્યાલયો માટે આયોજન કરી રહ્યા છે. “આપણે મંદીમાંથી બહાર આવ્યા છીએ અને ઘણી મોટી મૂડીનું રોકાણ કરવું પડશે,” Randy Henderson, Fort Myers ના મેયર કહે છે, જે પોતે મધ્યભાગમાં મૂડી રોકાણકાર છે. મંદીના સમયમાં, શહેરના અધિકારીઓએ આંતરિક વ્યવસ્થા માટે નાણાં ખર્ચવાનું ચાલુ રાખ્યું, જેમ કે, ભાવિ વિકાસ માટે પાણીનો સંગ્રહ કરવા બેઝિન, જે પાણી વહી જવાની સમસ્યાનો નિકાલ કરશે. “અમે હવે 225-room વાળી હૉટેલ માટે પરવાનગી આપી શકીએ છીએ,” Henderson કહે છે, અને સંદર્ભ આપે છે, Harborside Event Center પાસે Sheraton-flagged convention center hotel નો, જે આવતા વર્ષે બનાવવામાં આવશે. “હવે, શહેર ઉત્તમ રીતે તૈયાર છે,” Barbara Bengochea-Perez કહે છે, તેઓ Jaxi Builders ના સેલ્સ અને માર્કેટિંગ ડાયરેક્ટર છે. Miami માં આવેલ Jaxi Builders ડૅવલપર છે, જે શહેરની મધ્યમાં Allure નામના બે ટાવરમાં 292 વૉટરફ્રન્ટ પર સહિયારી માલિકીનાં રહેઠાણો બનાવવાની યોજના કરી રહેલ છે. . Bengochea-Perez ટાંકે છે કે મધ્ય Fort Myers માં પ્રવર્તમાન સહિયારી માલિકીનાં રહેઠાણોની તાજેતરની પુનર્વેચાણ પ્રતિ સ્ક્વેર ફૂટના $300 સુધી પહોંચી ગઈ છે, જે મહત્વની શરૂઆત ડૅવલપર્સને ખાતરી આપશે કે તેઓ આ વિસ્તારમાં સહિયારી માલિકીનાં નવાં રહેઠાણો બાંધી શકે છે. “વેચાણો [Allure માં] આવતા મહિને ચાલુ થશે,” તેણી કહે છે. અત્યાર સુધીમાં ક્યારના યે, મધ્ય ભાગમાં 56 રૅસ્ટોરાં અને બાર અને નાઈટ ક્લ્બો, અને 39 દુકાનો આવેલ છે. કેટલાકની પાર્કિંગ માટે ફરિયાદ છે, જે આ વિસ્તાર માટેનું આકર્ષણ બતાવે છે. શહેરના અધિકારીઓ 600 કાર સમાય તેટલું ગરાજ બનાવવાની યોજન કરી રહ્યા છે. દક્ષિણ તરફ મધ્ય વિસ્તારમાં Edison and Ford Winter Estates આવેલાં છે, છેલ્લા બાર મહિનામાં 250,000 મુલાકાતીઓનું આતિથ્ય કર્યું, Chris Pendleton, the president and CEO, ના કહેવા મુજબ જે પાછળના વર્ષથી 5% વધારે છે, Edison Fordની પાસે એક સમયનો નિષ્ક્રિય First Street Village પ્રોજેક્ટ નવેસરથી ડૅવલપર્સનું ધ્યાન આકર્ષી રહેલ છે, જેઓ રહેઠાણના 340 એકમો અને 75,000 સ્ક્વેરફૂટ માં દુકાનો અને રૅસ્ટોરાં બનાવવા માગે છે. આ વિસ્તારમાં ઘરાકીની અપેક્ષાથી રૅસ્ટોરાં ક્યારનાં યે આવી ગયાં છે. દાખલા તરીકે, Pincher’s Crab Shack ના માલિક Phelan પરિવારે Edison Ford પાસે આવેલ એક yacht club ખરીદી અને ત્યાં એક વૉટરફ્રન્ટ રૅસ્ટોરાં અને બૅંક્વિટની જગ્યા શરૂઆત કરી. Grant Phelan, Pincher’s ના સંયુક્ત માલિક કહે છે, “રૅસ્ટોરાં અમારા ધાર્યા કરતાં વધારે સારી રીતે ચાલે છે અને બૅંક્વિટની જગ્યા પણ વધારે વ્યસ્ત થઈ રહી છે. વધુ સંખ્યામાં ઍપાર્ટમેન્ટ્સ અને સહિયારી માલિકીનાં રહેઠાણો Paight અંદાજ કાઢે છે કે 1200 નવાં રહેઠાણો વેચાણ અને વિકાસના વિવિધ તબક્કાઓમાં છે, અને કહે છે, “આ બાબત અમને મંદીમાથી ઝડપથી બહાર લાવી રહેલ છે.” MacFarlane હાલમાં, લાંબા સમયથી ગુલાબી રંગની બદસૂરત હાલતમાં પડી રહેલ એક બંધ પડેલ હૉટેલની જગ્યાએ પ્રથમ તબક્કામાં પુનર્વિકાસ કરીને Campo Felice નામનાં વૃદ્ધ લોકો માટેનાં 323 ભાડાનાં ઍપાર્ટમેન્ટ બનાવવા માટે $60 મિલિઅન ખર્ચ કરી રહેલ છે. તેના પછીના $44 મિલિઅનના બીજા તબક્કામાં, પાસે સહાયક સેવાઓ સાથેનાં રહેઠાણો અને યાદદાસ્ત સહાયક સેવાઓ સાથેનાં રહેઠાણોનો સમાવેશ થશે. ઉપરાંત, MacFarlane કહે છે કે, તેણીની ડૅવલપમેન્ટ પેઢી, Prima Luce નામના બે રિવરફ્રન્ટ ટાવર્સમાં 176 સહિયારી માલિકીનાં રહેઠાણો બનાવવાનું આયોજન કરી રહી છે, અને જાન્યુઆરી મહિનામાં જમીનની જગ્યા મેળવવાનું વિચારે છે. MacFarlane અપેક્ષા રાખે છે કે, Fort Myers માં સહિયારી માલિકીનાં રહેઠાણો ખરીદવા માટે Naples and Bonita Springs જેટલા દૂરના ગ્રાહકો વિચારશે. MacFarlane અને Bengochea બંને એ હકીકતથી પ્રોત્સાહિત થયા છે કે Fort Myers ના મધ્યમાં સહિયારી માલિકીનાં રહેઠાણોની કિંમત $300 પ્રતિ સ્ક્વેર ફૂટ પહોંચી છે. MacFarlane કહે છે કે,”કિંમતો વધી રહી છે તે ઘણી સરસ વાત છે.” Bengochea-Perez કહે છે, “અમે તે કિંમતોના ગાળામાં બરાબર ગોઠવાવા માગીએ છીએ.” તેણી કહે છે કે, Bonita Springs and Naples માં સહિયારી માલિકીનાં રહેઠાણોની કિંમત ક્યારની યે $500 પ્રતિ સ્ક્વેર ફૂટ છે. Fort Myers City Councilman and architect Michael Flanders એક પ્રોજેક્ટની આગેવાનીઆગેવાની કરી રહ્યા છે, આ પ્રોજેક્ટ U.S. 41માંથી Edison Avenue થઈને Edison and Ford Winter Estates સુધીનો વાહનો માટે આરપાર રસ્તો (corridor) બનાવવાનો છે. તે, વધારે વાહનવ્યવહારને મધ્ય ભાગના દક્ષિણ તરફ, જેમાં First Street Village નો સમાવેશ થાય છે, વાળશે. Flanders કહે છે, ” Edison Avenue લાઈનદોરી ઘણી મહત્વની બનશે, હું જાણું છું કે લગભગ છેલ્લાં પાંચ વર્ષ કરતાં અત્યારે આયોજન તબક્કામાં વધારે છે.” એક બીજી વૉટરફ્રન્ટ યોજનામાં, New York ડૅવલપર Steve Israel દ્વારા The Vue નામના સહિયારી માલિકીનાં રહેઠાણોના ટાવરને નવેસરથી બનાવવાની યોજના છે. તે 18-માળના ટાવરમાં 133 સહિયારી માલિકીનાં રહેઠાણો હશે, Paight કહે છે કે, તેમ છતાં મધ્ય-2000નાં go-go વર્ષો પાચાં આવે તેવી અપેક્ષા ના રખાય. સહિયારી માલિકીનાં રહેઠાણોના પ્રોજેક્ટમાં બાંધકામ ચાલુ થાય તે પહેલાં અડધાં એકમોને વેચવાં પડે, અને નાણાં ધીરનાર ખરીદનારાઓને ચકાસસે કે તેઓ નફાખોરો તો નથી. “પ્રોજેક્ટ્સ માટે નાણાં મેળવવાનું હજુ મુશ્કેલ છે,” Paight કહે છે.હૉટેલની ચાવી Harborside Center ને નવેસરથી બનાવવા માટે city and Lee County $9 મિલિઅનનો ખર્ચ કરે છે, જે પાડોશમાં 225-રૂમની Sheraton હૉટેલ બની જાય એટલે ક્ન્વેન્શન્સ આયોજિત કરી શકશે. શહેરના અધિકારીઓ કહે છે કે હૉટેલનું બાંધકામ આવતા ઉનાળામાં ચાલુ થઈ શકે છે. “Harborside Center ને નવેસરથી બનાવવા માટે city and Lee County $9 મિલિઅનનો ખર્ચ કરે છે, જે પાડોશમાં 225-રૂમની Sheraton હૉટેલ બની જાય એટલે ક્ન્વેન્શન્સ આયોજિત કરી શકશે. શહેરના અધિકારીઓ કહે છે કે હૉટેલનું બાંધકામ આવતા ઉનાળામાં ચાલુ થઈ શકે છે. “જ્યારે હોટેલ શરૂ થાય અમે Columbia Restaurant મેળવવા લેખિત પ્રતિબદ્ધતા મેળવીશું,” જાણીતા Tampa chainનો સંદર્ભ આપીને મેયર Henderson કહે છે. બીજાઓ પણ નજર રાખી રહ્યા છે. “”તે આ સમીકરણનો એક ખરેખર મહત્વનો ભાગ છે,” David Fry કહે છે, અગાઉ જે WCI Communities ના CEO હતા, જે વિચારે છે કે આ ઈમારત મધ્ય ભાગનો મિશ્ર-ઉપયોગ માટે વિકાસ છે. “ઘણા લોકો તે હૉટેલ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.” Fry કહે છે કે તે એક સાત માળની ઈમારત બાંધવાનું વિચારી રહેલ છે જેમાં ભોંયતળિયે છૂટક વેપાર, બીજા અને ત્રીજા માળે કાર્યાલયો, અને બાકીના માળ પર the Sidney and Berne Davis Art Center સામેના રસ્તા પર સહિયારી માલિકીનાં રહેઠાણો. તે તેના પોતાના માટે સાતમા માળા પરનુ પેન્ટહાઉસ આરક્ષિત રાખશે. “. “તમે જ્યાં કામ કરતા હોવ ત્યાં રહેવું ઘણું સરસ છે,” Fry કહે છે.

Jean Gruss દ્વારા લખવામાં આવેલ લેખ

-End- (http://www.businessobserverfl.com/section/detail/second- wind/#sthash.pwNy6GMz.dpuf)

blog comments powered by Disqus