Eb-5 વિઝા મેળવવા વિષે તમારે જાણવી જોઈતી 4 બાબતો

Posted by Adam Hodson on જાન્યુઆરી 29, 2015

જો તમે યુનાઈટેડ સ્ટેટ્સમાં રોકાણ કરવા માટે માર્ગ શોધતા હોવ, તો શરુ કરી દેવા માટે Eb-5 ઉત્તમ માર્ગ છે. આ પ્રોગ્રામના એક હિસ્સા બનીને, તમે યુનાઈટેડ સ્ટેટ્સમાં તમારો ધંધો સ્થાપી શકો છો અને તમારા અને તમારા પરિવાર માટે વિઝા નિશ્ચિત કરી શકો છો. તમે તેમાં જોડાઓ તે પહેલાં, જો કે, કેટલીક બાબતો છે જે તમારે જાણવી જોઈએ, જેમાં છે, પ્રોગ્રામ શું છે, પ્રાદેશિક કેન્દ્રોના લાભ, કેટલું રોકાણ તમને ઉત્તમ તક આપશે, અને તમારે કઈ પરવાનગીની જરુરત પડે કે નહિ. Eb-5 વિઝા પ્રોગ્રામ એવી વ્યક્તિઓ, જે Eb-5 વિઝા પ્રોગ્રામમાં ભાગ લેતા હોય તેમને વસાહતી રોકાણકાર વિઝા આપવાનું કામ The United States Citizenship and Immigration Services (USCIS) ની દેખરેખ નીચે છે. Eb-5 વિઝા પ્રોગ્રામ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને યુનાઈટેડ સ્ટેટ્સમાં રોકાણ કરવા માટે આમંત્રે છે, જે વિઝાની મુદત દરમિયાન ઓછામાં ઓછી દસ પૂર્ણ સમયની નોકરીઓ સર્જીને US ના અર્થતંત્રને દ્રઢ બનાવશે, જો કે, અરજી માટે વિસ્તૃત દસ્તાવેજીકરણની આવશ્યકતા છે તેમ છતાં તમારા અને તમારા પરિવાર માટે ઝડપી વિઝા મળવાનો લાભ છે Eb-5 પ્રાદેશિક કેન્દ્રો Eb-5 પ્રાદેશિક કેન્દ્ર એવી સંસ્થા છે જે USCIS દ્વારા એક જગ્યા તરીકે નિયુક્ત કરવામાં આવી છે, તે યુનાઈટેડ સ્ટેટ્સમાં નોકરીઓ સર્જવામાં મદદ કરનાર વિદેશી રોકાણોનો ભાગ બની શજે છે. આ દરજ્જો મેળવવા માટે, તમારે ધંધાની યોજના અને આર્થિક અહેવાલ રજૂ કરવા પડશે જે દર્શાવશે કે સફળ થવા માટે તમારી કંપની શું કરશે. પ્રાદેશિક કેન્દ્રના ભાગ બનવામાં તમે એવા પ્રોજેક્ટ્સની દેખરેખ રાખી શકો છો જે પ્રાદેશિક કેન્દ્રની પોતાની સફળતામાં વ્રૂદ્ધિ કરશે, અને ઘણા રોકાણકારોને લાવશે તેમજ નોકરીઓના પ્રોજેક્ટ્સની સફળતા નિશ્ચિત કરશે. રોકાણ ક્યાં કરવું Eb-5 વિઝા પ્રોગ્રામપ્રોગ્રામ દ્વારા પૂરી પાડવામાં આવતી મદદથી લાભ મેળવી શકે તેવા ઘણા વિસ્તારો છે. Eb-5 રોકાણકાર વિઝા વડે, સફળતા માટે વધારે યોગ્યતા પ્રાપ્ત એવા પ્રોજેક્ટ્સનો એક વિશિષ્ટ વર્ગ છે. દાખલા તરીકે, રિઅલ એસ્ટેટ, અથવા રૅસ્ટોરાંનો વિકાસ ઘણી આવશ્યક જગ્યાઓ ચોક્કસ પૂરી પાડશે અને સામાન્ય રીતે અન્ય વ્યવસાયો કરતાં વધારે સફળતા મેળવશે. મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, કન્વેન્શન અને કૉન્ફરન્સ કેન્દ્રો અને સંશોધન સગવડોની માગ વધતી રહી છે. આવશ્યક પરવાનગીઓ જ્યારે તમે Eb-5 વિઝા માટે અરજી કરો, ત્યારે અરજી પ્રક્રિયા અને મંજૂરી માત્ર પ્રથમ તબક્કો છે. એક વાર જ્યારે તમને મંજૂરી મળી જાય, તમારે વિચારવું જોઈએ કે શેની જરુરત પડશે, અને તમે તમારા પ્રોજેક્ટ્સ શરુ કરવાની તૈયારી કરી શકો છો, પરવાનગી એ તમારી મુખ્ય ચિન્તાઓમાંની એક છે. પ્રાદેશિક કેન્દ્ર ચલાવવા માટે આવશ્યક પરવાનગી નથી, તમારે એ નક્કી કરવાની ઈચ્છા હશે કે ધંધાનું કામકાજ ચલાવવા માટે રાજ્ય, કાઉન્ટી કે શહેરની કઈ પરવાનગીની જરુરત પડશે; USCIS તમને એક મંજૂરી પત્ર આપશે જે તમારા ધંધાને પ્રાદેશિક કેન્દ્ર તરીકે નિયુક્ત કરશે. Eb-5 વિઝા કાર્યક્રમ માટે અરજી કરવી તમારા અને તમારા પરિવાર માટે તેમજ US અર્થતંત્ર માટે લાભકર્તા છે. તમે આગળ વધો તે અગાઉ, રોકાણનાં અગત્યનાં પાસાં જાણવાં એ ઈચ્છનીય છે. અરજી અંગે તમારે કોઈ પ્રશ્નો હોય તો USCIS નો સંપર્ક કરો.

blog comments powered by Disqus