Eb-5 વિઝા પ્રાદેશિક કેન્દ્ર યોજનાના ફાયદાઓ

Posted by Adam Hodson on જાન્યુઆરી 27, 2015

જો તમે યુનાઈટેડ સ્ટેટ્સમાં જેમ બને તેમ જલ્દી પ્રવેશવા ઈચ્છતા હોવ, એમ લાગે છે કે તમારી પાસે બહુ થોડા વિકલ્પો છે. મોટા ભાગના ગ્રીન કાર્ડ પ્રોગ્રામ દેશમાં દાખલ થવા મંજૂરી આપવા માટે વર્ષો લે છે, અને તેમની ઘણી બધી જરુરિયાતો હોય છે. તેમ છતાં, એ જાણી લો કે, માત્ર થોડીક શરતો પૂર્ણ કર્યા પછી, આ દેશમાં પ્રવેશ મેળવવાનો એક માર્ગ છે.

જો તમે યુનાઈટેડ સ્ટેટ્સમાં તમારા પરિવાર સાથે જેમ બને તેમ જલ્દી વસવાટ માટે આવવા ઈચ્છતા હોવ, તો તમારે Eb-5 વિઝા પ્રાદેશિક કેન્દ્ર ના માર્ગ વિષે જાણવું જોઈએ. તમે કદાચ આ વિઝા વિષે સાંભળ્યું હશે, જે તમને યુનાઈટેડ સ્ટેટ્સમાં ધંધામાં દસ લાખ ડૉલરનું મૂડીરોકાણ કરવા માટે માગણી કરે છે. તમારી પાસે મૂડી છે તે સાબિત કરીને, નવી કંપની શરુ કરીને અથવા કોઈ જૂનો ધંધો ખરીદીને, અને U.S. ના દસ અથવા વધારે નાગરિકો માટે પૂર્ણ સમયની નોકરીઓ સર્જીને, તમે તમારા તરફ્થી સોદો પાર પાડ્યો છે. ઘણી વખત, આ વ્યવસ્થા હેઠળ, તમે આઠ મહિનામાં યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ કરી શકતા હોઈ શકો છો.

જો દસ લાખ ડૉલર ભેગા કરવાનું આકરૂં લાગતું હોય, તો, વિચારો કે તમે તે રકમને બદલે પાંચ લાખ ડૉલરની ધંધાની લોન મેળવી શકો છો કે કેમ. જો તેમ હોય, તો પણ તમે Eb-5 વિઝાનો ઉપયોગ કરીને તમારો પોતાનો ધંધો શરુ કરી શકો છો, પરંતુ, તમે તે ધંધો સરળતાથી, એવા લક્ષ્યિત વિસ્તાર જેમાં દેશની સરેરાશ કરતાં બેરોજગારીનો દર ઊંચો છે, તેમાં શરુ કરી શકો છો. આ દેશમાં આવા 50 વિસ્તારો વિખરાયેલા છે, અને સાથે વધી રહ્યા છે, અને આમાંના મોટા ભાગના વિસ્તારોમાં પ્રાદેશિક કેન્દ્ર છે જે તમને કર્મચારીઓને નોકરીએ રાખવામાં મદદ કરશે. આનો અર્થ એ થાય છે કે, નિયમિત Eb-5 વિઝાની અડધી કિંમતમાં, અને નિયમ પ્રમાણેના ગ્રીન કાર્ડ માટેના સમયથી ઘણા ઝડપી સમયગાળામાં, તમે, Eb-5 વિઝા પ્રાદેશિક કેન્દ્રના માર્ગ દ્વારા, તમારા પોતાના ધંધા સાથે U.S. માં વસવાટ કરી શકતા હોઈ શકો છો

આ પ્રકારના વિઝા માટે લાગતો ટૂંકો સમય, જે સરેરાશ છ થી આઠ માસનો છે, તે તેના ફાયદાઓમાંનો માત્ર એક છે. વળી તેમાં નોકરીની જરુરત નથી, અન્ય વિશિષ્ટ ગ્રીન કાર્ડ ની જેમ નહિ, જે તમારી પાસે નોકરી છે તેની માગણી કરે છે. તમે તમારા પોતાના ધંધાના માલિક હશો, પરંતુ એ તમારે રોજબરોજના સંચાલનમં ભાગ લેવાની જરુરત નથી, Eb-5 વિઝા પ્રાદેશિક કેન્દ્રના માર્ગનો આ ખાસ ફાયદો છે, કારણ કે લક્ષ્યિત વિસ્તારોમાં લોકો છે જે તમને કર્મચારીઓ નોકરીએ રાખવામાં અને અન્ય નિર્ણયોમાં મદદ કરે છે. ઉપરાંત, તમે દેશમાં કોઈ પણ જગ્યાએ રહેવાનું પસંદ કરી શકો છો. તમે Eb-5 વિઝા પ્રાદેશિક કેન્દ્રના માર્ગથી વિઝાનો ઉપયોગ કરો તો પણ તમારો ધંધો જ્યાં આવેલ હોય તે શહેરમાં તમારે રહેવું જરુરી નથી, ખાસ કરીને, જો તમે રોજબરોજના કામમાં ભાગ લેવાનું આયોજન ના કરો.

આ પ્રકારના વિઝાથી, તમે તમારા પોતાના પરિવાર સાથે, જેમાં 21 વર્ષથી ઓછી ઉંમરનાં સંતાનોનો સમાવેશ થાય છે, યુનાઈટેડ સ્ટેટ્સમાં આવી શકો છો. તમારે તેમ કરવું જોઈએ, જો તમે મહત્વાકાંક્ષા અને રોકાણ માટે મૂડી ધરાવતા હોવ. યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મોટા ભાગની રીતો કરતાં Eb-5 વિઝા પ્રાદેશિક કેન્દ્રનો માર્ગ વધારે છૂટછાટ અને ફાયદાઓ આપે છે.

blog comments powered by Disqus