પ્રાદેશિક કેન્દ્ર શું છે?

પ્રાદેશિક કેન્દ્રની વ્યાખ્યા છે, કોઈ પણ આર્થિક પ્રવૃતિ કરતી સંસ્થા – ખાનગી અથવા જાહેર ક્ષેત્રમાં – જે આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવામાં પ્રવૃત હોય, પ્રાદેશિક ઉત્પાદનક્ષમતા વધારવામાં, રોજગારી સર્જવામાં અને આંતરિક મૂડીરોકાણમાં વૃદ્ધિ કવા માટે કાર્યરત હોય. પ્રાદેશિક કેન્દ્ર દ્વારા માન્યતાનો અર્થ થાય છે કે USCIS આર્થિક પ્રવૃતિ કરતી સંસ્થાને EB-5 પ્રાયોગિક પ્રોગ્રામમાં નિર્દિષ્ટ સહભાગી તરીકે સ્વીકારે છે. USCIS એ પણ સ્વીકારે છે કે આર્થિક પ્રવૃતિનું મૉડેલ અને ધંધાનું આયોજન શક્ય છે અને સ્વીકૃત ઉદ્યોગોની કૅટેગરીમાં મૂડીરોકાણ દ્વારા સીધી કે આડકતરી રીતે રોજગારી સર્જી શકાતી હોવી જોઈએ.

40 થી વધારે પ્રાદેશિક કેન્દ્રો સાથે, ફ્લોરિડા, અમેરિકામાં EB-5 રોકાણકારો માટે, ટોચનાં રાજ્યોમાનું એક છે.