Eb-5 વિઝા શું છે અને તે મેળવવા માટે કઈ આવશ્યકતાઓ છે?

Posted by Adam Hodson on જાન્યુઆરી 29, 2015

ઘણા લોકો જેઓ અમેરિકામાં રહે છે તેઓ માને છે કે તેમને નાગરિકત્વ મળી ગયું છે. જો કે, ઘણા લોકોને તેમનો જન્મ અમેરિકામાં થવાથી અમેરિકન નાગરિકત્વ મળી ગયેલ છે, ઘણા વિદેશીઓએ નાગરિક બનવા માટે વિક્લ્પો શોધવા પડે છે, જો તેઓ આ દેશમાં લાંબા સમય માટે કાયદેસર રહેવા માગતા હોય. ટૂ6કા સમય માટે અને છેવટે લાંબા સમય માટે નાગરિકત્વ મેળવવા માટેની એક રીત Eb-5 વિઝા મેળવવાની છે. આ પ્રક્રિયા જાણવા અને આ વિઝા મેળવવા શું આવશ્યક છે તે માટે કેટલીક જાણવા જોગ બાબતો અહીં દર્શાવેલ છે.. તે શું છે? Eb-5 વિઝા વિદેશીઓને મૂડીરોકાણ દ્વારા બે વર્ષ માટે ગ્રીન કાર્ડ આપે છે, જે કાયમી થવાની સંભાવના ધરાવે છે. મૂળભૂત રીતે, જો કોઈ વિદેશી ચોક્કસ રકમની મૂડી રોકે છે અને ચોક્કસ સંખ્યાની નોકરીઓની તક સર્જે છે, તો, તે અને તેનાં આશ્રિતો નાગરિકત્વ મેળવે છે. તેમ્નું નાગરિકત્વ કાયમી કરવા માટે અરજદારોએ ચોક્કસ રકમનું રોકાણ કરવું જોઈએ અને ધંધામાં નિશ્ચિત સમય દરમિયાન યથાયોગ્ય મૂડી રોકાણ સિદ્ધ કરવું જોઈએમૂડીરોકાણની આવશ્યક રકમો લક્ષ્યિત રોજગાર વિસ્તારમાં (“targeted employment area”) ઓછામાં ઓછા દસ લાખ ડૉલરનું મૂડી રોકાણ, જ્યાં વિશિષ્ટ રીતે આવશ્યક મૂડી રોકાણ પાંચ લાખ ડૉલર છે. આ મૂડી રોકાણ નગદ, વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ, સાધનસામગ્રી અથવા ઋણભાર તરીકે હોઈ શકે અને તે અમેરિકી ચલણની કિંમતમાં ગણવામાં આવે છે. ચોક્કસ સંખ્યાની નોકરીઓનુ સર્જન આ મૂડી રોકાણ સાથે, શરુઆતના બે-વર્ષના સમયગાળામાં U.S. ના નાગરિકો માટે દસ નોકરીઓનું સર્જન આવશ્યક છે. આ નોકરીઓ માન્ય ધંધાઓમાં હોવી જોઈએ જે બીજાઓને રોજગારીની તકો આપે. આ નોકરીઓ સીધી અથવા પ્રેરિત હોઈ શકે, એટલે કે ધંધા સાથે પ્રાથમિક રીતે જોડાયેલી હોય અથવા જેનો ઉપયોગ Eb-5 પ્રાદેશિક કેન્દ્રને મદદ પૂરી પાડવા માટે પૂરક કામ હોય. અમુક ચોક્ક્સ ધંધાકીય સંસ્થાઓ ઘણી ધંધાકીય સંસ્થાઓ છે જેમાં EB-5 મૂડી રોકાણકાર વિઝા માટેના અરજદારો નાણાં રોકી શકે છે. એક વિકલ્પ વેપારી પેઢીઓ છે, જે જુદી જુદી વિવિધ પ્રકારની ભાગીદારીઓ અને ફાયદાઓ ધરાવે છે. છે.એક સામન્ય વિકલ્પ છે જે લાભકારક હોઈ શકે છે કારણ કે તે રોકાણકારને કશું સ્વતંત્રપણે નાણાં આપતાં રોકે છે. તમે જોઈ શકો છો કે EB-5 અથવા વસાહતી રોકાણકાર વિઝા એક ઉત્તમ માર્ગ છે જે વિદેશીઓને કાયદેસરનું નાગરિકત્વ આપી શકે છે. આ પ્રક્રિયાથી, ધંધા માટે અને રોકાણના હેતુ માટે રસ ધરાવતા વિદેશીઓ ખાસ રીતે લાભ મેળવે છે. જો તમે અમેરિકાના નથી, અને તમારા અને તમારા પરિવાર માટે નાગરિકત્વ મેળવવા માટે માર્ગ શોધતા હોવ, તો Eb-5 વિઝાને તમારો ઉત્તમ વિકલ્પ સમજો.

blog comments powered by Disqus