Eb-5 વિઝાની પાયાની બાબતોની સમજણ

Posted by Adam Hodson on જાન્યુઆરી 29, 2015

ઘણા ધંધાદારીઓ ધંધો ચાલુ રાખવા માટે મૂડી મેળવવાની વિવિધ રીતો તપાસે છે. ઘણી વખત ધંધાના માલિકો ધીરાણ કરતી સંસ્થાઓ પાસેથી લોન લેવાનો પ્રયત્ન કરે છે, અથવા કેટલીક વખત, ધંધાના માલિકો ધંધામાં રોકેલાં નાણાં ધંધાને ટકાવવામાં મદદરૂપ થવા માટે ગુમાવી દે છે. જો કે, એવા ઉદાહરણ છે, જ્યાં ધંધાના માલિકો તેમનો ધંધો ટકાવવા કે વિસ્તારવામાં મદદ માટે વિદેશી મૂડી રોકાણકારો પાસે જાય છે. ઘણા કિસ્સાઓમાં, જો મૂડી રોકનાર રોજબરોજની પ્રવૃતોમાં નિર્ણાયક ભાગ ભજવતા હોય, તો તેમને Eb-5 વિઝા લેવાની જરુરત પડે. આ ખાસ વિઝા US Citizenship and Immigration Services (USCIS) દ્વારા 1992 માં રજૂ કરવામાં આવ્યો હતો. આ ખાસ વિઝા, વ્યક્તિઓને નબળા પડી રહેલા ધંધામાં મૂડીરોકાણકારો તરીકે દેશમાં આવવાની પરવાનગી આપે છે. જો કે, જ્યારે આ કાનૂની પ્રક્રિયા છે અને USCIS દ્વારા વર્તમાન કાયદાઓ અને નિયમો મુજબ સંપૂર્ણપણે માન્ય છે, તેમાં કેટલીક બાબતો વિચારવા જેવી છે, જો તમે કોઈ વ્યક્તિને વસાહતી મૂડીરોકાણ વિઝા મેળવવા માટે મદદ કરવા ઈચ્છતા હોવ. પ્રથમ બાબત યોગ્યતા ધરાવતા ધંધાને લગતી છે. USCIS દ્વારા વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે, આવો નબળો પડી રહેલ ધધો ઓછામાં ઓછો બે વર્ષથી અસ્તિત્વ ધરાવતો હોય, અને જેણે છેલ્લા 12 થી 24 માસમાં ચોક્ખી ખોટ દર્શાવી હોય. Eb-5 વિઝા મેળવવા માટે બીજી આવશ્યકતા એ છે કે, તે સાબિત કરી શકતા હોવા જોઈએ કે તેમનું મૂડી રોકાણ રોજગારીઓ સર્જી શકશે. હકીકતમાં, આવશ્યક શરત ચોક્ક્સ રીતે સ્પષ્ટ છે કે, મૂડીરોકાણ ઓછામાં ઓછી પૂર્ણ સમયની નોકરીઓ ઉભી કરી શકશે. સદભાગ્યે, વિદેશી મૂડી રોકાણકાર તેમજ કંપની, જેમાં તે અથવા તેણી મૂડી રોકે છે તેને આ નોકરીઓ સર્જવા માટે બે વર્ષનો સમય મળશે. આ નિયમો ત્યાં જ પૂરા થતા નથી. USCIS એ બાબતે ઘણી ચોક્કસ રીતે સ્પષ્ટ છે કે પૂર્ણ સમયની નોકરી માટે કોણ લાયક થશે. નોકરીઓ એવા લોકોને આપવામાં આવે કે જેઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં કાયદેસર નોકરી કરી શકે છે. નોકરીઓ, USના નાગરિકોને અથવા એવી વ્યક્તિઓને જેમણે યુનાઈટેડ સ્ટેટ્સમાં નોકરી કરવા માટે કાયદેસરના હક મેળવ્યા છે, આપવામાં આવી હોય, હકીકત છે કે જેઓ પૂર્ણ સમયની નોકરી મેળવે તેમણે કાયદેસર નોકરી કરવા માટેની સાબિતી બતાવવી પડશે. જો તેમ નહિ, તો નોકરીઓ માન્ય ગણાશે નહિ, અને વિઝા રદ થઈ શકે છે. ઉપરાંત, કરેલ મૂડી રોકાણ વિશિષ્ટ રીતે, નગદમાં છે. જો કે, સરસામાન, માલનો સ્ટૉક અથવા અન્ય પ્રકારની મિલકત મૂડીરોકાણ સાથે સહસંબંધ ધરાવી શકે, આ રીતે Eb-5 રોકાણકાર વિઝાની પરવાનગી. જો તમે આ પ્રકારના વિઝા માટેની લાયકાતો અથવા આવશ્યકતાઓ વિષે વધારે માહિતી શોધતા હોવ, અથવા આ ખાસ પ્રકારના વસાહતી વસવાટને લગતી અન્ય બાબતો જાણવા માગતા હોવ તો Eb-5 પ્રાદેશિક કેન્દ્રનો સંપર્ક સાધવો ઉત્તમ માર્ગ છે. તમારી પાસે આ પ્રકારના વિઝા વિષે બધું જ જાણવા માટે આ એક ઘણો સારો સ્ત્રોત છે. તમારા નબળા પડી રહેલ ધંધાને મદદ કરવા માટે તમે જો વિદેશી રોકાણકારને લાવવા માગતા હોવ તો, આ બાબત તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે

blog comments powered by Disqus